મેં આગમહીં એક સડેલું લાકડું ફેંક્યું, એ વાતે અજાણ કે એ જીવંત હતું કીડીઓથી.
લાકડું તડતડવા માંડ્યું, કીડીઓ જેમતેમ બહાર નીકળી આનવી ને જીવ પર આવી જઈ દોડવા લાગી.એ ટોચ ભણી દોડી ને ગોળગોળ ચકરાવા લાગી, જવાળાઓથી સિઝાતાં સિઝાતાં. મેં લાકડું પકડ્યું ને પલટાવ્યું, ઘણી કીડીઓ દોડી ગઈ રેત પર કે ચીડસૂચિકા પર.
પરંતુ નવાઈની વાત એ કે એ બધી જ આગથી દૂર ભાગી ગઈ નહીં. આતંક પર કાબૂ કરી લેતાંવેંત એ ફરી ગોળ વર્તુળ રચી આવી, કોઈક બળ પાછું લઇ આવ્યું એમને એમના તજી દીધેલા વતનમાં. વળી ઘણી પાછી ચડી જલતા લાકડા પર, દોડાદોડ કરી મૂકી ને ત્યાં જ નાશ પામી.
એલેક્સંદર સોલ્ઝેનિત્સીન
No comments:
Post a Comment