ચેસ્લાવ મીલોસ્ઝ
પ્રેમ એટલે જોતાં શીખવું સ્વયને
જેમ કોઈ જોતું હોય દૂર સુદૂરની વસ્તુઓને
કેમકે તમે છો એક ચીજ અનેક માંહેની
ને જે આ રીતે જુએ છે તે પોતાના હૃદયને સાજું કરે છે
અજાણપણે જ , અનેક દુરીતોથકી.
પંખી અને વાદળ કહે છે એને : મિત્ર.
પછી એ સ્વયંને ને ચીજોને પ્રયોજે છે
જેથી તે ઊભી શકે પક્વતાની આભામહીં.
એ કોની સેવા કરે છે એ જાણવું બહુ અગત્યનું રહેતું નથી,
જે શ્રેષ્ઠ સેવા કરે છે તે હમેશાં સમજે છે એમ નથી હોતું.
No comments:
Post a Comment