Friday, June 17, 2011

સમયની અભિવ્યક્તિ




પવન ને વર્ષા સમુદ્ર પર,
મૃત હરણ હૃદયમાં.
*****
જો પંખી સ્વપ્ન તો ઉડી ગયું પાંખ ફેલાવી,
બાકી રહી ગયો છે માત્ર આ ઉદાસ આત્મા.
******
હું પીછો કરું છું ત્યજેલી ઇચ્છાઓનો,
હું શોક પાળું છું વિવર્ણ હોઠોનો.
આહ, છાયામય ઘાસભૂમિ  પર
ચંદ્ર એકત્ર કરે છે આપણું મૌન.
******
રાહ જોઉં છું સ્વપ્નમાંથી જાગવાની,
રાહ જોઉં છું જાગ્રત દિવસની નિદ્રાની,
મારી આંખોમાં તારાં આંસુ હોય છે ત્યારે
પાછો વળીને હું જોઈ શકતો નથી ભૂતકાળને.
આપણી સ્મૃતિઓ શોધી રહી છે
વેરાનમાંથી ઘર તરફનો રસ્તો.
******

લીન ચીન-હા

No comments:

Post a Comment