Friday, June 24, 2011

ગાડીપાટા






















સવારના બે. ચાંદની. ગાડી અટકી ગઈ છે
મેદાન વચ્ચોવચ. દૂર સુદૂર શહેરમાં
ક્ષિતિજે ઝબૂકતાં ભાવહીન પ્રકાશબિંદુઓ.

જેમ કોઈ માણસ સ્વપ્નમાં એટલો ઊંડો ઉતરી જાય કે
એનાં ઓરડે એ પાછો ફરે ત્યારે એને કદી યાદ નહીં
આવે એનું ત્યાં હોવું.

જેમ કોઈ બિમારીમાં એટલું ઊંડું ઉતરી જાય છે કે એના દિવસો જે કંઇ હતા એ બની જાય છે થોડાંક ઝબૂકતાં બિંદુઓ, ટોળું
ભાવહીન  ને  નાનકું , ક્ષિતિજે.

ગાડી ઉભી છે સંપૂર્ણ  નિશ્ચલ.
સવારના બે:  ચમકતી ચાંદની.થોડાક તારકો.

No comments:

Post a Comment