ગ્યૂસેપે ઉન્ગારેત્તી
તે બંધ કરી છે તારી આંખો.
રાત જન્મી છે
મૃત સ્વરોનાં ભીરુ પોલાણો ભરી.
તારા હાથ થઇ જાય છે
અમીટ અંતરોના શ્વાસ.
વિચારો શા , પકડ્યા પકડાય નહીં એવાં
ને ચંદ્રની સંદિગ્ધતા.
ઝૂલતા મૃદુતમ
મૂકી દે મારી આંખો પર
સ્પર્શ આત્માને.
તું એ નારી છે
જે પર્ણની જેમ પસાર થઇ જાય છે
વૃક્ષો કાજે મૂકી પાનખરની જિંદગી.
ઇટાલિયન
No comments:
Post a Comment