જોસેફ બ્રોડસ્કી
૧.
આપણી વિદાય હો મૌન,
આ વિશ્વમાં વિચ્છેદો
ઈશારો કરે છે પેલે પારની વિદાય વિશે.
માત્ર આ જીવનકાળ દરમ્યાન જ
આપણે અલગ સૂવાનું નથી.
મૃત્યુ આપણને નિકટ નહિ લાવી દે
કે ભૂંસી નહીં શકે આપણા પ્રેમના જખમ.
૨.
ને જે કોઈ દોષિત છે એ
અંતિમ ન્યાય સુણાવવામાં આવશે ત્યારે
પામશે નહીં આદર
નિર્દોષને મળશે તેવો.
આપણી વિદાય વધારે અંતિમ છે
કેમકે આપણે બંને જસનિએ છીએ કે
આપણે નહિ મળીએ સ્વર્ગમાં
કે પડોશી નહીં હોઈએ નર્કમાં.
૩.
અથડાતાં પ્યાલો તૂટી જાય તો
આપણે બેપરવા છીએ, ગૂનેગાર નહીં.
એકવાર તૂટી ગયાં પછી શો અર્થ
ઢોળાઈ ગયેલી મદિરા પર આંસુ વહાવવાનો
શો અર્થ?
૪.
જેમ આપણો સંયોગ હતો સંપૂર્ણ
આપણો વિચ્છેદ પણ છે સંપૂર્ણ
આપનો સંયોગ હજી એક હકીકત છે
એવો દાવો નિરર્થક છે
પરંતુ કુશળ અંશ
ડોળ કરી શકે છે અખિલ હોવાનો.
૫.
આપણે જ્યાંથી ભાંગીને અલગ થયાં
એ વાંકચૂકી કિનારીઓનાં જ
સહભાગી થઈશું ભવિષ્યમાં તો પણ
મારી દુનિયાનો અંત નહીં આવી જાય.
૬.
કોઈ અજાણ્યું રહેતું નથી પણ
શરમનો ઉંબરો
સ્પષ્ટપણે નિશ્ચિત થાય છે આપણી
‘ફરી કદી નહીં’આગળની લાગણીઓથી.
જો કે આપણે મૃતનો શોક પાળીએ છીએ
આપણે એમણે દફન કરીએ છીએ ને ફરીથી
ચિંતાઓ કરવાનું શરૂ કરી દઈએ છીએ.
આપણે મૃત્યુને બરાબર મધ્યમાંથી કાપીએ છીએ
જાણે બે સ્પષ્ટ સમાનાર્થી શબ્દોમાં.
૮.
તો પછી આ વૃથા પ્રયાસ શા કાજે
જે થયું છે તેને ભૂંસી નાખવાનો.
આ ક્ષુદ્ર પંક્તિઓ માત્ર પડઘો જ પાડી શકે
આપણે પરિચિત છીએ એ દુર્ઘટનાનો.
બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી અફવાઓ
એ વધારાની સાબિતી પૂરી પાડે છે કે
પ્રેમના આરંભોની નોંધ
ઓછી લેવાય છે, પ્રેમના અંત કરતાં.
૯.
ભલે આપણી વિદાય હો મૌન.
જેથી આપણા અલગઅલગ ઉદબોધનો
(તારું દેવદૂત, મારું શયતાન)
નિમંત્રશે નહીં સ્વર્ગનામ
ભયાનક ભૂંડોનાં ચુંબનો
કેમકે આપણી મરણોત્તર પીડાઓ
કટુ દર્દ લાવે છે , હજી જીવાતા આ જીવનમાં.
No comments:
Post a Comment