Thursday, June 16, 2011

જપાનની કવિતા




હું મૌન હોઈશ,
પરંતુ હું વિચારમાં છું.
હું વાત ન પણ કરુ.
મને દીવાલ ન સમજી બેસતી.
*****

ચમકતી ચાંદની
જખમ ગહન બરફમાં
છુપાવી નહીં શકાય.

*****

આભ ઊંચેરું
તૃણ કુર     ની ટોચ
વળગે કોને

*****

કોયલ
ટહૂકાર  પથરાય
જળપર

*****

હું જાઉં છું
તું રહે છે
બે પાનખર


આ વાસંતી  રાતે
પુલ મુજ સ્વપ્ન તણો
ગોળ ગોળ ઘુમરાતો
તૂટી પડ્યો.
ઘેરાતું વાદળ  થઇ પરોઢ પૂર્વાકાશે.

*****

જોઉં છું જયારે ચંદ્ર
પ્રકાશતો પીડાના
હજારો પથ પર
મને ખ્યાલ આવે છે કે હું
નથી એકલો પાનખરમાં સંડોવાયેલો.

*****

માછીકન્યાના  દેહ સાથે જેટલું નિકટ
હોય છે ભીનું અધોવસ્ત્ર, હું ઈચ્છું છું
તારી નિકટ હોવા.
તારો વિચાર આવે છે મને હરઘડી.

No comments:

Post a Comment