ચોક્કસપણે શ્વેત
સારામાં સારી રીતે
ભૂખરાથી વર્ણવી શકાય.
પંખી પથ્થરથી
સૂર્યમુખી ડિસેમ્બરથી.
ભૂતકાળમાં પ્રેમ કવિતાઓ
વર્ણવતી દેહ
વર્ણવતી આ કે તે
દા.ત.પાંપણો
ચોક્કસપણે રતાશનું
વર્ણન થવું જોઈએ
ભૂખરાથી
તડકામાં વરસાદથી
નવેમ્બરમાં પોપીથી
રાતનું હોઠથી.
નવેમ્બરમાં પોપીથી
રાતનું હોઠથી.
સૌથી સચોટ વર્ણન રોટલીનું
છે ભૂખ
એમાં સમાવિષ્ટ છે
ભેજલ સછીદ્ર કોર
હૂંફાળું ભીતર
રાતે સૂર્યમુખી
સ્તન પેટ જન્ઘાઓ સિબિલની.
ઝરણા જેવું પારદર્શક વર્ણન
પાણીનું
છે વર્ણન
તરસનું.
ભસ્મનું
ભસ્મનું
રણ
મૃગજળ
મૃગજળ
વાદળો ને વૃક્ષો પ્રવેશે
દર્પણમાં.
ભૂખ વંચિત હોવું
ગેરહાજરી
દેહની
છે વર્ણન પ્રેમનું
સાંપ્રત પ્રેમ કવિતાનું. translated by Adam Czerniawski
No comments:
Post a Comment