(વાલેજો : પાબ્લો પિકાસો)
પાછલે પ્રહર વરસાદ.પહેલાં કદી ન પડ્યો હોય એવો વરસાદ
ને મારે જીવવું નથી , ઓ મારા હૃદય.
આ છે મૃદુ પાછલો પ્રહર, ને કેમ નહીં?
એક સ્ત્રીની જેમ એણે પહેર્યા છે સૌન્દર્ય ને શોકનાં વસ્ત્રો.
પાછલે પ્રહર, લીમામાં વરસાદ પડી રહ્યો છે ને મને સાંભરે છે
મારે કૃતઘ્નતાની ક્રૂર ગુહાઓ.
એના પોપીપુષ્પ પર તોળાયેલ મારો હિમખંડ.
એના ’ તને મેં આવો નહોતો ધાર્યો ‘ કરતાં પણ કઠોર.
મારાં હિંસક કાળાં ફૂલ, વન્ય
પથ્થરનો કારી ઘા, અમારા વચ્ચેનું બર્ફીલું અંતર
એનું અંતર્મુખી મૌન લખશે
બળતા તેલમાં અંતિમ સમય.
એટલે આ પાછલે પ્રહર પહેલાં કદી સહ્યું ન હોય એમ સહુ છું
આ ઘુવ્વડ, મારું હૃદય.
અન્ય સ્ત્રીઓ મારી પડખેથી પસાર થઇ જાય છે ને મને આટલો બધો ઉદાસ જોઈ
મારા આંતરિક વિષાદના ઊંડા ચાસમાંથી
તને સહેજ બહાર ખેંચી કાઢે છે.
આ પાછલે પ્રહર વરસાદ, મુશળધાર વરસાદ, ને મારે જીવવું નથી ,
ઓ મારા હૃદય.
સેઝાર વાલેજો
સ્પેનિશ
No comments:
Post a Comment