જયારે હું વિચારું છું કે તું ચાલ્યો ગયો છે
કાળી ઉદાસી મને વધારે ઉદાસ કરી મૂકે છે.
મારે પડખે તું પાછો ફરે છે
મારો ઉપહાસ કરવા.
જયારે હું કલ્પું છું કે તું ચાલ્યો ગયો છે
જે અજવાળામાં તું દેખાય છે તેમાં
ને તું જ છે ચમકતો તારો
ને તું જ છે નિસાસો નાખતો પવન.
જો કોઈ ગાય છે તો એ તું ગાય છે.
જો કોઈ રડે છે તો એ તું રડે છે.
ને તું છે નદીનો કલકલ નાદ
ને તું છે રાત ને તું છે દિવસ.
તું છે સર્વમાં ને તું છે સર્વસ્વ
કેમકે મારે કાજે ને મારી ભીતર તું રહે છે.
ને તું ક્યારેય મને છોડી નહીં દે
ઉદાસી જે મને કાયમ વધારે ઉદાસ કરી મૂકે છે.
રોઝાલીઆ કાસ્ટ્રો
સ્પેનિશ
No comments:
Post a Comment