તેઓ રોશની બુઝાવી દે છે ને એની શ્વેત છાયા
અંધકારની પ્યાલીમાં ઓગળી જતાં પહેલા પલભર
ચમકી ઉઠતી કોઈ ગોળીની જેમ ચમકી ઉઠે છે.પછી
ઉંચે હોટેલની દિવાલો ઊંચકાય છે શ્યામ આકાશ મહીં.
મિલનની હિલચાલ શમી ગઈ છે, ને તેઓ ઊંઘે છે પરંતુ
શાળાએ જતાં બાળકના ચિત્રના ભીના કાગળ પર
મળી જતા ને એકમેકમાં વહી જતા બે રંગોની જેમ
ગુપ્તતમ વિચારો મળે છે.
અંધકાર ને ચૂપકીદી.પરંતુ આજે રાત્રે શહેર
અડોઅડ આવી ગયું છે .બુઝાઈ ગયેલી બારીઓ લઇ
ઘર આવી ગયાં છે. એ ઉભાં છે અડોઅડ
ટોળે વળીને રાહ જોતાં ભાવહીન ચહેરે.
No comments:
Post a Comment