કોરા કાગળ પર લખવાની શરૂઆત કરવી ખરાબ છે
ને ખીલવું ને કરમાવું
એ લગભગ ક્રમ છે
પણ એ કંઇ કામનું નથી.
હવે તો જે કંઇ પત્રો આવે છે તેમાંથી લગભગ તો કોઈ
ખાલી પરબીડિયા જ રાખી મૂકે
જેથી ક્યારેક એવો વિચાર આવવો શક્ય છે કે
એમાં શું હશે, ને ના, એમાં એવું નહીં હોય.
આમ ઘણી ચીજો અંતે તો સીલ થઇ જાય છે
ને જો કોઈ એમણે ખોલવાનું હોય ને જો ખોલે
તો એને લગભગ તો કહેવું પડે કે
એ ખાલી છે, એમાં કોઈ પત્ર નથી.
પરંતુ જીવનમરણના મામલામાં તો બધું જ
ભૂલભરેલું છે.
*****
ભલે તારી મધુર સ્મૃતિ લોપ થાય, મૃત્યુ પામે, ચાલી જાય
કેમકે હવે તેં ત્યાં સૂવાનો , ત્યાં રહેવાનું પૂરેપૂરું નક્કી કરી દીધું છે.
ત્યાં મળવું એ નક્કામું છે , પીડા ભર્યુ છે,
વિખૂટા પડવું છે.
પાવો હાવીકો
ફિનિશ
No comments:
Post a Comment