Thursday, June 16, 2011

ઝૂરાપો


જયારે રાત પૂરી થવા આવી હોય વસંત પહેલાં પહેલાં
ને ભાગ્યે જ કોઈ પસાર થતું હોય ત્યારે
પારીસ પર એક મલિન રંગ રૂદનનો એકત્ર થાય છે.
પૂલને ખૂણે હું વિમાસુ છું
એક પાતળી છોકરીના અસીમ મૌન વિશે.
આપણા કંટાળા દોડે છે સાથે સાથે
ને આપણે જાણે કે દોરવાઈ જઈએ છીએ.

No comments:

Post a Comment