તું મારી નજર સામે નથી ,પરંતુ મને બરાબર ખબર છે
કે તું અહીં છે
ઈંટચૂનાના
ભંગુર દીવાલ પાછળ
મારાં અવાજની પરિધિમાં જો હું તને સાદ દઉં.
પણ હું તને સાદ નહીં દઉં.
હું તને સાદ દઈશ આવતી કાલે
જ્યારે હું તને નહીં જોઈ શકું ત્યારે
કલ્પીશ કે તું હમેશાં અહીં છે, નિકટ, મારી પડખે જ.
મારે માટે આજે તારું નામ જ પર્યાપ્ત છે
જે ગઈકાલે મેં ઉચ્ચાર્યું ન હોત.
આવતી કાલે.. જ્યારે તું હોઈશ
ભંગુર દીવાલ પાછળ
પવનોની, આકાશોની,વરસોની
દીવાલ પાછળ.
પેડ્રો સેલીનાસ
પોર્ચ્યુગીસ
No comments:
Post a Comment