Friday, June 24, 2011

મારી કવિતા




તાદયૂઝ રોઝેવિચ


કશું કરતી નથી
સમજાવતી નથી કશું
ત્યજી દેતી નથી કશું
આવરી લેતી નથી સઘળું.
કોઈ આશા પૂરતી નથી.
રમતના નવા નિયમો સર્જતી નથી
મોજમજામાં ભાગ લેતી નથી
એક ખાસ સ્થાન છે
જે એણે લેવાનું જ છે.
એ નથી
જો એ મૌલિક ન હોય તો
જો એ નથી
દેખીતી રીતે એ એવી છે જેવી હોવી જોઈએ.

એ તાબે થાય   છે પોતાની ઈચ્છાને .
સંભાવનાઓને
ને મર્યાદાઓને
એ હારી  જાય છે પોતાની સામે

એ કોઈનું સ્થાન લઇ શક્તિ નાથ્હે
કે અન્ય કોઈ એનું સ્થાન લઇ શકતી નથી.
સર્વને માટે ખુલ્લી
કોઈ રહસ્ય વિનાની
એને ઘણા ધ્યેય છે
જે એ ક્યારેય સિદ્ધ નહીં કરે.

No comments:

Post a Comment