Thursday, June 16, 2011

ખૂબ અંદર












૧.
માર્ગ પરનાં વૃક્ષોની ડાળીઓ ઉપર
લીલાં મોજાનો

સાંજ લઇ જાય છે આપણને એના બાહુઓ તળે
પાછળ કોઈ પગલાં રહી ન  જાય એવા રસ્તા પર.

વરસાદ ઘૂંટણિયે
નષ્ટ બારીઓ આગળ.

આંગણ દરવાજા બહાર આવીને
તાકી  રહ્યાં છે આપણી પછવાડે.
૨.
ચાર રસ્તે
દિવસનાં ચિહ્નો.

આપણું ભાગ્ય છે શ્યામ નીલ.
જો હું ફેરવું મારું મસ્તક
સૂર્ય ખરી પડશે એની ડાળી પરથી.

તેં દાટી દીધાં છે તારાં સ્મિત
મારી હથેળીઓમાં.
હું એમણે કેવી રીતે સજીવન કરું?

બોઝલ ને બોઝલ થતો જાય છે મારો પડછાયો
કોઈ બાંધી રહ્યું છે એની પાંખો.

તારી આંખો ખોલ,પ્રિયા,
ઉચ્ચાર્યા વિના એકેય શબ્દ મને સંતાડી દે એમનામાં ,
રાત શોધી રહી છે મને.

માર્ગ પરનાં વૃક્ષોમાં છેવાડાનું
એક વૃક્ષ સિગારેટ સળગાવે છે.

૩.
તારી આંખો વિના
આકાશ નહીં હોય

આપણા અંધ ઘરમાં.
તારા સ્મિત વગર

દીવાલ નહીં તૂટી પડે
મારી આંખોમાંથી.

તારાં બુલબુલ વિના
વેલો વૃક્ષ કદાપી આપણો
ઉંબરો નહીં ઓળંગે.

તારા હાથ વિના
સૂર્ય કદી નહીં
રાત રોકાય આપણા સ્વપ્નમાં.
૪.
તારી શુભકામનાની શેરીઓ
ક્યારેય અંત પામતી નથી.

તારી આંખોમાંની  ચકલીઓ
કદી દક્ષિણ દિશામાં ઉડી જતી નથી.

તારી છાતીના એસ્પનમાંથી
કદી ખરતાં નથી પર્ણો.

તારા શબ્દોનાં આકાશમાં
સૂર્ય કદી આથમતો નથી.

૫.
આપણો દિવસ લીલું સફરજન છે
બે ફાડિયાંમાં કપાયેલું.

હું તારી સામે જોઉં છું
તું મને જોતી નથી
આપણી વચ્ચે છે અંધ સૂર્ય.

સીડી પર
આપણું આલિંગન તૂટે છે.

તું મને સાદ દે છે
હું સંભાળતો નથી
આપણી વચ્ચે છે બધિર હવા.

વિન્ડો ડિસ્પ્લેમાં
મારાં હોઠ શોધે છે
તારું સ્મિત.

ચાર રસ્તે
આપણું ચુંબન ગૂમ

મેં લંબાવ્યો મારો હાથ તારા ભણી
તું એને સ્પર્શતી નથી
શૂન્યે આલિંગી છે તને

ચોકમાં તારાં આંસુ
શોધે છે
મારે આંખો.

સાંજે  મારો મૃત દિવસ
મળે છે તારા મૃત દિવસને

માત્ર સ્વપ્નમાં 
આપણે ચાલીએ છીએ એક જ ભૂમિ પર.

વાસ્કો પોપા

No comments:

Post a Comment